Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમેરિકાની ''ડેમોક્રેટીક કોંગ્રેશ્નલ કમ્પેન કમિટી''માં ડો.એમી બેરાને સ્થાનઃ પાર્ટી માટે કટોકટ ગણાતી ૬૩ જેટલી બેઠકો ઉપરના ડેમોક્રેટ ઉમેદવારોને જીતાડવા માટે પોતાના અનુભવનો લાભ આપશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સતત ૪ થી ટર્મ માટે કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન ડો.એમી બેરાને ''ડેમોક્રેટીક કોંગ્રેશ્નલ કમ્પેન કમિટી'' ફ્રન્ટલાઇન પ્રોગ્રામમાં નિમણુંક અપાઇ છે.

કેલિફોર્નિયાના સાક્રામેન્ટોમાં ફીઝીશીઅન તરીકે સેવાઓ આવતા ડો.બેરા અનુભવી રાજકારણી હોવાથી પાર્ટી માટે કટોકટ ગણાતી તેવી ૬૩ બેઠકો ઉપર તેઓ ધ્યાન કેન્દ્રીત કરી ડેમોક્રેટ ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરશે. આ કમિટીમાં તેમની સાથે અન્ય અનુભવી પ્રતિનિધિઓ પણ શામેલ કરાયા છે.

(8:45 pm IST)