Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમેરિકાના મિચિગન સ્ટેટ સેનેટના પરાજીત ઉમેદવાર સુશ્રી અનુજા રાજેન્દ્ર આરોપ મુકતઃ ચૂંટણી સમયે મતદારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુકાયો હતો

મિચિગનઃ  અમેરિકાના મિચિગનમાં ઓગ.૨૦૧૮માં યોજાયેલી સ્ટેટ સેનેટની ચૂંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરતો પ્રચાર કરવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અનુજા રાજેન્દ્ર ઉપર કોર્ટ કેસ કરાયો હતો.

આ કેસમાં ૧૦ જાન્યુ.૨૦૧૯ના રોજ ડીસ્ટ્રીકટ જજએ આપેલા ચૂકાદામાં તેઓને નિર્દોષ ગણ્યા છે. તેમણે કરેલો પ્રચાર વાણી સ્વાતંત્ર્ય તરીકે ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી અનુજાએ પોતાના પ્રચારમાં પોતે અમેરિકાના તમામ નાગરિકોને સમાન અધિકાર મળવો જોઇએ તે માટે પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું. તથા પોતાના ૪ બાળકો સહિત મિચિગન સ્ટેટના તમામ કોમ્યુનીટીના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણની અને સફળતાની અન્ય નાગરિકોના બાળકો જેટલી જ તક મળવી જોઇએ તેમ જણાવ્યું હતું. જો કે આ ચૂંટણીમાં તેઓ પરાજીત થયા હતા.

(8:06 pm IST)