Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પાકિસ્તાનની વસ્તીમાં થઇ રહેલા સ્ફોટક વધારાને નાથવાની કવાયત શરૂ : " બે બાળકો બસ છે " નો વહેલી તકે અમલ કરવા સુપ્રીમ કોર્ટ બેચની ધર્મગુરુઓ, નાગરિકો, તથા સરકારને અપીલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં થઇ રહેલા સતત વસતિ વધારાને નાથવાના સંજોગોનું નિર્માણ થયું છે.જે મુજબ સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચે " બે બાળકો બસ છે  " સૂત્રનો  વહેલી તકે અમલ કરવા ધર્મગુરુઓ, નાગરિકો, તથા સરકારને અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનની વસતિ 21 કરોડ જેટલી છે.જે વિશ્વના સહુથી વધુ વસતિ ધરાવતા દેશોમાં પાંચમા ક્રમે છે.પરંતુ તેના વિસ્તારના પ્રમાણમાં થઇ રહેલો વસતિ વધારો બોજ રૂપ બની શકે તેમ છે.

 

(6:23 pm IST)
  • મોરારીબાપુ દ્વારા 7 કરોડનું ફંડ વિતરિત ;અયોધ્યામાં ગણિકાઓના ઉત્થાન માટે કરાઈ હતી માનસ ગણિકા કથાનું આયોજન : સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું.: ફંડને તલગાજરડા ખાતે વિવિધ એનજીઓને વિતરણ કર્યું:મોરારીબાપુએ કહ્યું કે, તેઓ તલગાજરડાની દીકરીઓ છે. જ્યારે પણ આવી દીકરીઓને મારી જરૂર હોય ત્યારે અહીં તલગાજરડા આવી જવું. તમારો બાપ જીવે છે. મોરારિબાપુ તમારું કન્યાદાન કરશે. access_time 12:57 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈમેલ કરીને પુત્રીનું અપહરણની ધમકી આપનાર આરોપી ઝડપાયો : છેલ્લા એક વર્ષથી દિલ્હી રહેતો આરોપી ઈમેલ કર્યા બાદ મૂળ યુપીના રાયબરેલીમાં પોતાની બહેનનો ઇલાજ કરવા નીકળી ગયો હતો :પોતાના માનસિક રોગનો ઉત્તમ ઈલાજ કરાવવા ઉચ્ચપદસ્થ લોકોનું ધ્યાન ખેંચવા ઈમલ કર્યાનું કથન access_time 1:30 am IST

  • સામુહિક ધર્માન્તર કોઈપણ દેશ માટે ચિંતાનો વિષય છે અને તેના પર ચર્ચા જરૂરી :કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમને મત મળે કે ના મળે ,અમે સરકાર બનાવીએ કે ના બનાવીએ અમે જીતીએ કે હરિએ પરંતુ અમે લોકો વચ્ચે ભેદભાવ નહિ કરીએ ;અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ મામલે આસામમાં જબરો વિરોધ થઇ રહ્યો છે access_time 1:23 am IST