Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને રામરામ : ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ શાહ વ્હાઇટ હાઉસ પ્રેસ ઓફિસમાંથી છુટા થઇ ગયા : છેલ્લા મહિનાઓમાં છુટા થયેલા વરિષ્ટ અધિકારીઓમાં એકનો ઉમેરો

વોશિંગટન : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તેમની પ્રેસ ઓફિસમાં ઉચ્ચ સ્થાને જોંડાયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ શાહએ રાજીનામુ આપી દીધું છે.તેથી છેલ્લા થોડા મહિનાઓમાં છુટા થયેલા અનેક અધિકારીઓમાં એકનો ઉમેરો થયો છે.રિપબ્લીકન નેશનલ કમીટીના સંશોધક અને વ્હાઇટ હાઉસના નાયબ પ્રવકતા ૩૪ વર્ષીય શ્રી  રાજ  શાહ જાન્યુઆરી ૨૦૧૭માં પ્રેસિડન્ટના નાયબ પ્રવક્તા તરીકે જોડાયા હતા.

શ્રી રાજ શાહ હવે ફલોરિડા અને વોશિંગ્ટનમાં ઓફિસો ધરાવતી લોબિંગ કંપની બાલાર્ડ પાર્ટનર્સમાં મીડિયા ગ્રુપનું  નેેતૃત્વ કરશે.તેઓ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી મેડેલાઇન આલબ્રાઇટના  પ્રવકતા  ડેમોક્રેટ જેમી રૂબિન સાથે કામ કરશે.વ્હાઇટ હાઉસ પ્રેસના સંદેશાવ્યવહારમાંથી અનેક લોકો નીકળી ગયા છે તેવા સમયે શાહે પણ રાજીનામું આપ્યું હતું. અનેક અધિકારીઓ સરકારી એજન્સીઓમાં જોડાયા છે. તથા ટ્રમ્પ વહીવટી તંત્રને રામરામ કરી દીધા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)