Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભારતમાં વિવાદ જગાવનાર ફિલ્મ ''ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર''ને પાકિસ્તાન સેન્સર બોર્ડનું ગ્રીન સિગ્નલઃ ૧૮ જાન્યુ.૨૦૧૯ થી રિલીઝ કરાશે

ઇસ્લામાબાદઃ જેણે ભારતમાં વિવાદ જગાવ્યો છે તે ''ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર''ને પાકિસ્તાન સેન્સર બોર્ડએ મંજુરી આપી છે.

ફિલ્મના પ્રોડ્યુસર જયંતિલાલ ગડાએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં આ ફિલ્મ ૧૮ જાન્યુ ૨૦૧૯ થી દર્શાવાશે. જે માટે પ્રોડ્યુસર જયંતિલાલએ પાકિસ્તાન પ્રાઇમ મિનીસ્ટર ઇમરાનખાનનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે સંજય બારૂ, લિખિત પુસ્તકના આધારે તૈયાર કરાયેલી આ ફિલ્મ ભારતના વડાપ્રધાન ડો.મનમોહન સિંહ ઉપર આધારિત છે. શ્રી સંજય બારૂ તત્કાલિન વડાપ્રધાનના મિડીયા એડવાઇઝર હતા.

 

(8:30 pm IST)