Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમેરિકાના સરકારી તંત્રમાં શટડાઉન માટે પ્રેસિડન્ટ ટ્રમ્પની તાનાશાહી જવાબદાર : ઇમિગ્રન્ટ્સ પ્રત્યે ભેદભાવભરી નીતિને કારણે પ્રજાજનો નેતૃત્વ બદલવા ઇચ્છુક : ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસનો આક્રોશ

કેલિફોર્નિયા : અમેરિકાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસએ સરકારી તંત્રમાં  છેલ્લા 20 દિવસથી ચાલતા શટડાઉન માટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી તથા આપખુદભરી નીતિને જવાબદાર ગણાવી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ પ્રત્યે પ્રેસિડન્ટની ભેદભાવભરી નીતિને કારણે દેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.તેથી લોકો હવે નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છે છે.

(12:04 pm IST)