Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

' ઇન્ફોસિસ પ્રાઈઝ વિનર ' : ઇન્ફોસીસે 2020 ની સાલ માટે જાહેર કરેલા 6 વિજેતાઓમાં 3 ભારતીય મૂળના : મેથેમેટિકલ સાયન્સ માટે સૌરવ ચેટરજી ,સોશિઅલ સાયન્સ માટે રાજ ચેટ્ટી ,તથા કોમ્પ્યુટર સાયન્સ માટે હરિ બાલક્રિશ્નનની પસંદગી

ન્યુયોર્ક  : ગ્લોબલ કંપની ઇન્ફોસી દ્વારા દર વર્ષે જુદી જુદી 6 કેટેગરી માટે પ્રાઈઝ વિનર જાહેર કરવામાં આવે છે.જેમાં એન્જીનીઅરીંગ ,કોમ્યુટર સાયન્સ ,હ્યુમેનિટીસ,લાઈફ સાયન્સ ,મેથેમેટિકલ સાયન્સ ,ફિઝિક્સ સાયન્સ ,તથા સોશિઅલ સાયન્સનો સમાવેશ થાય છે.

 આ માટે  2020 ની સાલના પ્રાઈઝ વિનર તરીકે 6 સંશોધકોના નામ જાહેર કર્યા છે.જેમાં 3 ભારતીય મૂળના સંશોધકો છે.જેમણે નવી પેઢીમાં સાયન્સ પ્રત્યે રુચિ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ભારતીય મૂળના 3 વિજેતાઓમાં મેથેમેટિકલ સાયન્સ માટે સૌરવ ચેટરજી ,સોશિઅલ સાયન્સ માટે રાજ ચેટ્ટી ,તથા કોમ્પ્યુટર સાયન્સ માટે હરિ બાલક્રિશ્નનની પસંદગી થઇ છે.તેવું આઈ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(5:47 pm IST)