Gujarati News

Gujarati News

News of Monday, 14th December 2020

' હીરોઝ ઓફ 2020 ' : ટાઈમ મેગેઝીને જાહેર કરેલી યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી રાહુલ દુબે ને સ્થાન : અશ્વેત જોર્જ ફ્લોયડના પોલીસ દમનથી થયેલ મૃત્યુના વિરોધમાં નીકળેલી રેલીના 70 દેખાવકારોને આશ્રય આપ્યો

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન શ્રી રાહુલ દુબેને સુવિખ્યાત મેગેઝીન ટાઇમ્સએ બહાર પાડેલી  ' હીરોઝ ઓફ 2020 'ની યાદીમાં સ્થાન આપ્યું છે.

અશ્વેત જોર્જ ફ્લોયડના પોલીસ દમનથી થયેલા મૃત્યુના વિરોધમાં વિશાળ સંખ્યામાં રેલી નીકળી હતી.જે દરમિયાન તોફાનો તથા હિંસા ,અને આગચંપીના બનાવો બનતા નાસભાગ શરૂ થઇ હતી.આ સંજોગોમાં તેમણે વોશિંગટન ડી.સી.ખાતેના નિવાસ સ્થાનના દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા.અને 70 જેટલા લોકોને આશ્રય આપ્યો હતો.

શ્રી દુબેના ઉપરોક્ત માનવતાવાદી કૃત્યને ધ્યાને લઇ ટાઈમ મેગેઝીને તેમને ' હીરોઝ ઓફ 2020 ' ની યાદીમાં સ્થાન આપ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:57 pm IST)