Gujarati News

Gujarati News

News of Sunday, 13th December 2020

' ખાલિસ્તાન ' એ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન : યુરોપમાં ઉદાર મતવાદીઓની આડમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું પાકિસ્તાનનું ષડયંત્ર : સાંસદોના માધ્યમથી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની ચાલ : કેનેડાની થિન્ક ટેન્ક મેકડોનાલ્ડ લોરિયર ઇન્સ્ટિટ્યુટનો અહેવાલ

લંડન : ભારતમાં ચાલી રહેલા કૃષિ ધારા વિરુદ્ધ આંદોલનનો વિરોધ કરવા માટે યુરોપમાં ખાલીસ્તાની ચળવળને પાકિસ્તાન પ્રોત્સાહન આપી રહ્યું છે.એટલુંજ નહીં યુરોપના સાંસદોને પણ સાધી લઇ આ બાબતે ભારત વિરુદ્ધ  ઝેર ઓકવાની પાકિસ્તાનની ચાલ છે.તેવો અહેવાલ કેનેડાની થિન્ક ટેન્ક મેકડોનાલ્ડ લોરિયર  ઇન્સ્ટિટ્યુટ દ્વારા ' ખાલિસ્તાન '  એ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન શીર્ષક  દ્વારા પ્રસિદ્ધ કરાયો છે.

અહેવાલમાં વિશેષમાં જણાવાયા મુજબ લોર્ડ નજીર અહમદ તથા ચૌધરી પરવેજ ઇકબાલ લોસાર પોતાની વગનો ઉપયોગ કરી ખાનગીમાં પાકિસ્તાનને સેવાઓ આપી રહ્યા છે.તથા પાકિસ્તાન દ્વારા ખાલીસ્તાની ચળવળ માટે શીખ યુવાનોને પ્રોત્સાહિત કરવા ફંડ પણ ફાળવાઈ રહ્યું હોવાનો દાવો કરાયો હોવાનું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)