Gujarati News

Gujarati News

News of Sunday, 13th December 2020

ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનનો શાંતિપૂર્ણ અને સુખદ ઉકેલ આવે તેવી ઈચ્છા : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણાનો ધ્યાને લઈને આશા વ્યક્ત કરી

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના અમુક લો મેકર્સે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વ્યક્ત કરેલી ચિંતાના અનુસંધાને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણાનો ધ્યાને લઈને આશા વ્યક્ત કરી આંદોલનનો  શાંતિપૂર્ણ અને સુખદ ઉકેલ આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી મંત્રણાના આધારે હું આશાવાદી છું.ભારત અને અમેરિકા વચ્ચે દ્રઢ નાતો છે.જેથી ભારતમાં વસતા ખેડૂતોના પ્રશ્નો બાબતે ચિંતા થાય તે સ્વાભાવિક છે.

ઉલ્લેખનીય છે કે શ્રી ખન્ના અમેરિકન શીખ કોક્સના અમેરિકન કોંગ્રેસના વાઇસ ચેર છે. ભારતમાં નવા કૃષિ ધારા વિરુદ્ધ પંજાબના શીખો દ્વારા ચલાવાઈ રહેલા શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા સરકારે તેમના ઉપર વોટર મેનન દ્વારા કરેલા દમન અંગે અમેરિકાના બે રિપબ્લિકન કોંગ્રેસમૅને  અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી તરણજીતસિંઘ સંધુંને પત્ર  લખી વિરોધ નોંધાવ્યો છે.

(7:12 pm IST)