Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રહેણાંક મકાનના ગેરેજમાં આગ લગાવવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન રોશન પટેલની ધરપકડ : આરોપ પુરવાર થાય તો ઓછામાં ઓછી 1 થી 4 વર્ષની જેલસજા થઇ શકે

કેલિફોર્નિયા : ફ્રૅમોન્ટ કેલિફોર્નિયાના રહેણાંક મકાનમાં આવેલા ગેરેજના 4 દરવાજામાં આગ લગાડવાના આરોપસર 8 ડિસેમ્બરના રોજ  ઇન્ડિયન અમેરિકન 44 વર્ષીય  રોશન પટેલની ધરપકડ થઇ છે.

8 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 2-45 કલાકે ગુપ્તચરોએ તેને પોતાની કારમાંથી નીકળી એક પાર્કિંગ કરેલી કાર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટતો જોયો હતો.તેઓએ તેને તેમ કરતો અટકાવવાની કોશિષ કરી હતી.પણ ત્યાર પહેલા રોશને કારને આગ લગાડી દીધી હતી.પોલીસે તેની ધરપકડ કરી હતી.અને તેને ફ્રૅમોન્ટ સીટી જેલમાં અને ત્યારબાદ સાન્ટા રીટા જેલમાં ફેરવ્યો હતો.તેના ઉપર આગ લગાવવાનો આરોપ લગાવાયો છે.જે પુરવાર થાય તો એકથી ચાર વર્ષ સુધીની જેલસજા થઇ શકે છે.

(8:29 pm IST)