Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

' પ્રવાસી ભારતીય દિવસ ' : 9 જાન્યુઆરી 2021 ના રોજ ઉજ્વાનારો 16 મો પ્રવાસી ભારતીય દિવસ વર્ચ્યુઅલ ઉજવાશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન અને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે સમાપન થશે : આ વખતનું સૂત્ર ' આત્મનિર્ભર ભારત '

એટલાન્ટા : ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ના રોજ આફ્રિકાથી ભારત આવ્યા હતા તેની સ્મૃતિમાં ઉજવાતો ' પ્રવાસી ભારતીય દિવસ ' આગામી 9 જાન્યુઆરી 2021 ના રોજ ઉજવાશે.

આ દિવસે વિદેશોમાં વસતા ભારતીયોના વતન માટેના યોગદાનને બિરદાવવામાં આવે છે.આ દિવસમાં શામેલ થવા માટેની વેબસાઈટ ભારતના વિદેશમંત્રી વી.મુરલીધરન તથા ડો. જયશંકર દ્વારા ખુલ્લી મુકવામાં આવી છે.

એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણીએ સ્થાનિક કોમ્યુનિટી આગેવાનોની મિટિંગ ભરી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારી પાંચ કોન્ફરન્સમાં શામેલ થવા સહુને જોડાવા અપીલ કરી હતી.

આ કોન્ફરન્સમાં પદ્મભૂષણ ડો.જગદીશ શેઠ , GOPIO ઇન્ટરનેશનલ પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડો.પિયુષ સી.અગ્રવાલ , શ્રી  બાવા જૈન ,સહિતના મહાનુભાવો ઉધબોધન કરશે.તેવું જાણવા મળે છે.

(7:40 pm IST)