Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કોરોના વાઇરસની રસી DNA ઉપર ખરાબ અસર કરશે : સાઉથ આફ્રિકાના ચીફ જસ્ટિસના મંતવ્યથી વિવાદ : આખી દુનિયા જેની રાહ જોઈ રહી છે તે રસી વિષે વિવાદાસ્પદ નિવેદનથી વૈજ્ઞાનિકો ખફા : જસ્ટિસ પોતાના વ્યક્તિગત મંતવ્ય ઉપર મક્કમ

સાઉથ આફ્રિકા : દુનિયા આખી જેની રાહ જોઈ રહી છે તે કોરોના વાઇરસની રસી વિષે સાઉથ આફ્રિકાના ચીફ જસ્ટિસ મોંગોઇંગ મોંગોઇંગએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

તેમણે જણાવ્યું છે કે આ રસી ભગવાનની નહીં પણ શેતાનની દેન છે.જે લોકોના  DNA ઉપર ખરાબ અસર કરશે .

ચીફ જસ્ટિસ જેવા પદ ઉપર બેઠેલી વ્યક્તિના આવા નિવેદનથી વૈજ્ઞાનિકો નારાજ થઇ ગયા છે.તથા જણાવ્યું છે કે લોકોના માનસ  ઉપર આ મંતવ્યની વિપરીત અસર પડશે.

જોકે ચીફ જસ્ટિસ પોતાના મંતવ્ય ઉપર મક્કમ છે.તેમણે જણાવ્યું છે કે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને તે રજૂ કરવા માટે મને વાણી સ્વાતંત્ર્ય છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)