Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ' કોંગ્રેશનલ પ્રોગ્રેસિવ કોક્સ ' ચેર તરીકે ચૂંટાઈ આવ્યા : દેશમાં પ્રવર્તમાન રંગભેદ ,અસમાનતા ,ગરીબી ,તેમજ ક્લાઈમેટ ચેન્જ સહિતના તમામ મુદ્દે સફળ નેતૃત્વ આપવાનો કોલ

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન શ્રી પ્રમીલા જયપાલ 9 ડિસેમ્બરના રોજ  ' કોંગ્રેશનલ પ્રોગ્રેસિવ કોક્સ ' ચેર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ઉપરોક્ત હોદા ઉપર ચૂંટાઈ આવવા બદલ તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા વર્તમાન સમયમાં અનેક સમસ્યાઓ દરવાજા ખખડાવી રહી છે તેવા સંજોગોમાં પોતાને નેતૃત્વ આપવા માટે પસંદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે  ઉમેર્યું હતું કે મારા નેતૃત્વ હેઠળ અમેરિકાના દરેક પરિવારો તથા કોમ્યુનિટીને વર્તમાન સંઘર્ષમાંથી મુક્ત કરાવવવાનો પ્રયત્ન ચાલુ રાખીશ.તથા રંગભેદ ,અસમાનતા ,ગરીબી ,તેમજ ક્લાઈમેટ ચેન્જ સહિતના તમામ મુદ્દે  સફળ નેતૃત્વ પૂરું પાડવા સતત કાર્યરત રહીશ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)