Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ખોટા બિલ મૂકી સિંગાપુર ફૂટબોલ એશોશિએશન સાથે છેતરપિંડી કરવાનો 4 નાગરિકો ઉપર આરોપ : 4 આરોપીઓ પૈકી 3 નાગરિક ભારતીય મૂળના : જો આરોપ પુરવાર થાય તો 10 વર્ષ સુધીની જેલસજા થઇ શકે

સિંગાપોર : સિંગાપુર ફૂટબોલ એશોશિએશન સાથે છેતરપિંડી કરવાનો આરોપ 4 નાગરિકો ઉપર મુકાયો છે.જે પૈકી 3 નાગરિકો ભારતીય મૂળના છે.

આ ત્રણ નાગરિકો પૈકી રિક્રમ જીત સિંહે તેની સિંગાપુરના મૂળની પત્ની જે કંપનીમાં કામ કરતી હતી તેની પાસેથી   ખોટા બીલો મુકાવી  છેતરપિંડી કરી હતી.જે મુજબ 1,81,875  સિંગાપુરી ડોલરની રકમ મેળવી લીધી હતી.બાદમાં તેની પત્નીને કંપનીમાંથી  છૂટી કરી દેવાતા તેની જગ્યાએ આવેલા ભારતીય મૂળના બે નાગરિકો સાથેની સાઠગાંઠ દ્વારા ખોટા બીલો મુકવાનું ચાલુ રાખ્યું હતું .

આથી ફૂટબોલ એશોશિએશનને આર્થિક નુકસાન ગયાનો દાવો દાખલ કરાયો છે.  જે પુરવાર થાય તો ત્રણે આરોપીઓને વધુમાં વધુ 10 વર્ષની જેલસજા થઇ શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)