Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

બાળકો ઉપર હાથ ઉપાડનારા માબાપ પણ હવે ચેતી જાજો : બાળકોને મારવા કે શારીરિક ઇજા પહોંચાડવા બદલ જેલસજા થશે : મેક્સિકો સંસદમાં સર્વાનુમતે કાનૂન પસાર : વિશ્વના 30 કરોડ જેટલા બાળકો શારીરિક કે માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા છે : યુ.એન.ના અહેવાલના આધારે કાનૂન તૈયાર કરાયો

મેક્સિકો : મેક્સિકોની સંસદમાં સર્વાનુમતે એક કાનૂન પસાર થઇ ગયો છે.જે મુજબ બાળકોને મારવા કે શારીરિક ઇજા પહોંચાડવા બદલ જેલસજા થશે .આ દેશમાં 14 વર્ષની ઉંમર સુધીના 63 ટકા બાળકો મારપીટનો ભોગ બનતા હોવાના સર્વેના આધારે ઉપરોક્ત કાનૂન પસાર કરવામાં આવ્યો છે.જે રાષ્રપતિની સહી બાદ કાયદાનું સ્વરૂપ લેશે.

બાળકોને મારવા એટલેકે ધક્કો મારવો ,બોચી પકડવી કાન કે વાળ ખેંચવા સહિતની કોઈપણ શારીરિક દમન સમાન ઘટના ગુનો ગણાશે.તથા તે માટે જેલસજા થઇ શકશે.આ દમન કરનાર વ્યક્તિ માતાપિતા કે શિક્ષક કે અન્ય કોઈપણ વ્યક્તિ હોય તે તમામને લાગુ પડશે.વિશ્વના 30 કરોડ જેટલા બાળકો શારીરિક કે માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા છે તેવા યુ.એન.એ પ્રસિદ્ધ કરેલા અહેવાલને ધ્યાને લઇ ઉપરોક્ત કાનૂન તૈયાર કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:36 pm IST)