Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમેરિકાના એટલાન્ટામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે દિવાળી ઉત્સવ ઉજવાયોઃ ૬૦૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડ્યાઃ દીપ પ્રાગટય,રોશની, રંગોળી, ફટાકડાની આતશબાજી તથા અન્નકૂટ દર્શનથી હરિભકતો ભાવવિભોર

જયોર્જીયાઃ અમેરિકના એટલાન્ટામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ૨૮ ઓકટો.૨૦૧૯ના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો. જેમાં ૬ હજાર ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સ ઉમટી પડયા હતા. તથા આ તકે કોંગ્રેસમેન રોબ વુડલએ હાજરી આપી ભારતીયોની એકતાના વખાણ કર્યા હતા.

અંધકારથી ઉજાસ તરફ લઇ જતા આ તહેવારની ઉજવણી નિમિતે મંદિરમાં દિવડાએ પ્રગટાવાયા હતાં. તેમજ અન્નકૂટનું આયોજન કરાયું હતું. રંગોળી તથા ફટાકેડાની આતશબાજી રચાઇ હતી.

ઉપસ્થિત ભાવિકો પરસ્પર દિવાળી ઉત્સવની શુભેચ્છા પાઠવતા હતા. BAPSના વડા પૂજય મહંત સ્વામીએ સમગ્ર વિશ્વ વ્યાપ્ત અનુયાયીઓને આશિર્વાદ પાઠવ્યા હતાં.

(7:38 pm IST)