Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

અમેરિકામાં અમરેલીના (કેરાળા વિરડીયાનું) કાઠિયાવાડી યુવાન બકુલ વિરડીયાએ કોલંબસ ડે હોલિડેના દિવસે અવિરત ૧૦૮ સૂર્યનમસ્‍કાર કરીને ભારતનો ડંકો વગાડયો

કોવિડ પેન્‍ડેમિક દરમિયાન શરૂ કરાયેલ આ યોગા ગ્રૂપ વિવિધ યોગા અનેᅠ સૂર્ય નમસ્‍કાર સત્રોનું રોજીંદુ આયોજન : ધ્‍યાન અને સંગીતના પણ સત્રોનો ઉમેરો થયો જેથી લગભગ ૫૦૦થી પણ વધુ સહભાગીઓ લાભ લે છે

રાજકોટ તા.૧૪ : અમેરીકાની રાજધાની વોશિંગ્‍ટન ડીસી મા મૂળ અમરેલી ના (કેરાળા વિરડીયાનુ) કાઠિયાવાડી યુવાન બકુલ વિરડીયાએ કોલંબસ ડે હોલિડેના દીવસે અવિરત ૧૦૮ સૂર્યનમસ્‍કાર કરીને ભારતનો ડંકો વગાડ્‍યો છે.
યુએસના કોલંબસ ડે હોલિડે ( ૧૧ ઓક્‍ટોબર, ૨૦૨૧) ઉજવણી ના ભાગરૂપે સવારે DCGCY યોગાગ્રૂપે ૧૦૮ સૂર્ય નમસ્‍કાર કરીને પોતાનો ગ્રૂપ રેકોર્ડ સ્‍થાપિત કરવાનો નિરધાર કરેલ અને સુંદર રીતે રેકોર્ડ સંપન્ન કર્યો અને ભારતનું નામ રોશન કર્યું છે.ᅠ
વોશિંગ્‍ટન ડીસી મેટ્રો સ્‍થિત DCGCY યોગ ગ્રુપે અવિરત ૧૦૮ સૂર્ય નમસ્‍કાર પૂર્ણ કરીને એક મહત્‍વની સિધ્‍ધી હાંસલ કરી છે.
કોવિડ પેન્‍ડેમિક દરમિયાન શરૂ કરાયેલ આ યોગા ગ્રૂપ વિવિધ યોગા અનેᅠ સૂર્ય નમસ્‍કાર સત્રોનું રોજીંદુ આયોજન કરી રહ્યું છે, સાથે સાથે ધ્‍યાન અને સંગીતના પણ સત્રોનો ઉમેરો થયો જેથી લગભગ ૫૦૦થી પણ વધુ સહભાગીઓ લાભ લે છે, જેમા અમેરીકાના વિવિધ રાજયોમાંથી તથા કેનેડા અને ભારત તથા બીજા કેટલાક દેશો માથી પણ લોકો લાઈવ સત્રો મા જોડાય છે. ઘણા બધા લોકો સત્રો નુ રેકોર્ડીંગ ગ્રૂપની યુટ્‍યૂબ ચેનલ મા જોઈને પણ પોતાના સમય અનૂકુળતા મુજબ યોગાભ્‍યાસ કરી લે છે. https://youtube.com/c/BakulViradia
સુખી, તંદુરસ્‍ત, શાંતિપૂર્ણ અને આનંદમય જીવનની પ્રેરણા અને ઘણા લોકો માટે પ્રેરિત થવાની આ નોંધપાત્ર યાત્રાના આ ઉત્‍કૃષ્ટ સીમાચિહ્ન પર પહોંચવા બદલ જૂથને ખુબ ખુબ અભિનંદન.
ગઈ સાલ (માર્ચ ૨૦૨૦) કોરોનાને લીધે લોકડાઉન શરૂ થયુ એ સમયે જયારે લોકોની માનસિક સ્‍થિતિમા ખૂબજ અપડાઉન થવાનુ ચાલુ થયુ ત્‍યારે લોકોના જીવનમાં ઘણો જ બદલાવ આવવા મંડ્‍યો હતો. આ બદલાયેલી વિકટ પરિસ્‍થિમાં સૌ સારી સમજણ, સારૂ સ્‍વાસ્‍થ્‍ય અને મનમાં આનંદ રાખી શકે તે માટે શ્રી બકુલભાઈ વિરડીયા તથા મિત્રો દ્વારા નિસ્‍વાર્થ રીતે (સાચા અર્થમા કર્મયોગ) અમેરિકાના વોશિંગટન ડીસી મેટ્રો એરીયામા DC Group of Cyber Yogis (DCGCY) નામથી એક ઓનલાઈન (ઝૂમ) યોગા ગ્રૂપ નુ તાત્‍કાલિક ધોરણે સ્‍થાપન થયુ અને રોજબરોજ નવા લોકો જોડાતા ગયા અને ગ્રૂપ મોટુ થતુ ગયુ. આનંદની વાત છેકે વૈદીક રીતે ચાલતા આ યોગાભ્‍યાસમા ઘણા બધા લોકો રેગ્‍યુલર જોડાય છે. બકુલભાઈએ યોગા ટીચર ટ્રેઈનિંગ રીષીકેશ થી લીધી છે અને ગ્રૂપ મા બીજા છ મેમ્‍બર્સ પણ અત્‍યારે સર્ટીફાઈડ થયા છે.
એકવાર બકુલભાઈને કોઈએ ગ્રૂપની સ્‍થાપના વિશે પૂછ્‍યુ તો જવાબ મળ્‍યો કે,ᅠ ચલે થે ચંદ લોગ હમ, યોગ વ ધ્‍યાનમ્‌ મંજિલ, લોગ જૂડતે ગયે ઔર ગ્રુપ બઢતા ગયા.
યુએસના કોલંબસ ડે હોલિડે ( ૧૧ ઓક્‍ટોબર, ૨૦૨૧) ઉજવણીના ભાગરૂપે સવારે DCGCY  યોગાગ્રૂપે ૧૦૮ સૂર્ય નમસ્‍કાર કરીને પોતાનો ગ્રૂપ રેકોર્ડ સ્‍થાપિત કરવાનો નિરધાર કરેલ અને સુંદર રીતે રેકોર્ડ સંપન્ન કર્યો હતો.
આ યોગા ગ્રૂપના સૌ સભ્‍યો ખૂબ ખુશ છે અને તેઓનેᅠ અમેરિકા તથા ભારતથીᅠ સૌ દિલથી અભિનંદન આપી રહ્યા છે. બકુલભાઈની મહેનત સફળ થઈ છે તેનો તેમને આનંદ છે અને સંતોષ છે.તેમ કનેકટિકટથી ભાસ્‍કરભાઈ સુરેજાની યાદીમાં જણાવાયું છે.ᅠ

 

(1:44 pm IST)