Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિશ્વ પ્રસિધ્ધ નાયગરા ધોધ ખાતે ફટાકડાની આતશબાજી યોજાશેઃ ઇન્ડો કેનેડા આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે ૨૬ ઓકટો.શનિવારથી ૨૭ ઓકટો.રવિવાર સુધી ઓન્ટારીયો મુકામે દિવાળી પર્વ ઉજવાશે

ઓન્ટારીયોઃ કેનેડામાં વિશ્વ પ્રસિધ્ધ નાયગરા ધોધ, ઓન્ટારીયો મુકામે ૨૬ ઓકટો.૨૦૧૯ શનિવારના રોજ ભારતીયોના લોકપ્રિય તહેવાર દિવાળી પર્વની ઉજવણી નિમિતે ફટાકડાની આતશબાજી યોજાશે તથા દાંડીયા રાસની રમઝટ બોલશે.

ઇન્ડો કેનેડા આર્ટિસ કાઉન્સીલના ઉપક્રમે થનારી ઉજવણીનો સમય ૨૬ ઓકટો.ના રોજ બપોરે ૧ વાગ્યાથી ૨૭ ઓકટો.રવિવારના સવારે ૯ વાગ્યા સુધીનો રહેશે. તેવું જાણવા મળે છે.

(8:31 pm IST)