Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સિંગાપોર સ્થિત ભારતીય મૂળના ડોકટર ૭૫ વર્ષીય હરિદાસ ઉપર પેશન્ટનું મોત નિપજાવવાનો આરોપઃ કોઇ પણ જાતના ટેસ્ટ કરાવ્યા વગર દર્દીને દવા તથા ઇન્જેકશન આપી દીધા

સિંગાપોરઃ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના ડોકટર ૭૫ વર્ષીય હરિદાસ રડાસ ઉપર પેશન્ટના રિપોર્ટ કઢાવ્યા વગર દવા અને ઇન્જેકશન આપી મોત નિપજાવવાનો આરોપ લગાવાયો છે તેમને ૫ ઓકટો.ના રોજ કોર્ટમાં હાજર કરાયા હતા. તથા ૧૦ હજાર સિંગોપોર ડોલરના જામીન ઉપર મુકત કરાયા છે તેમની કોર્ટ કેસની આગામી મુદત ૨૯ ઓકટો.૨૦૧૯ નક્કી કરાઇ છે.

છેલ્લા ૪૦ વર્ષથી જનરલ પ્રેકટીશ્નર તરીકે સેવાઓ આપતા આ ડોકટરે ૨૦૧૪ની સાલમાં પેશન્ટ સવારીમુથુ અરૂલને ટેસ્ટ કરાવ્યા વગરની દવાઓ આપી દીધી હતી. જેનાથી તેનું મોત નિપજ્યુ હતું તેવો આરોપ છે.

(8:16 pm IST)