Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇન્ડિયન અમેરિકન ટ્રક ડ્રાઇવર ગુરપ્રિત સિંઘ વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી શરૃઃ એપ્રિલ ૨૦૧૯માં પત્ની સહિત ૪ પરિવારજનોની હત્યા કર્યાનો આરોપ

ઓહિયોઃ યુ.એસ.ના ઓહિયોમાં એક સાથે ૪ વ્યકિતઓની હત્યા કરવાના આરોપી ઇન્ડિયન અમેરિકન ટ્રક ડ્રાઇવર ૩૭ વર્ષીય ગુરપ્રિતસિંઘ ઉપર કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેમાં કાર્યવાહી મુજબ ૧ સપ્ટેં.૨૦૨૦ની મુદત પડી છે. તેને મૃત્યુદંડની સજા થઇ શકે છે.

૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ ગુરપ્રિતએ તેની પત્ની,પત્નીના માતા-પિતા તથા મધર ઇન લોની બહેનની હત્યા કર્યાનો આરોપ છે. જે માટે તેણે ૧૮ વખત ઘા કર્યા હતા. પરિણામે પત્ની શાલિન્દરજીત કૌર, તેના માતા-પિતા હકીઆકત સિંઘ પન્નાગ, તથા પરયજીત કૌર અને પરમજીતના બહેન અમરજીત કૌર મોતને ભેટયા હતા.

હાલમાં ગુરપ્રિત બટલર કઉન્ટી જેલમાં છે.   

(8:15 pm IST)