Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

''ઓલ ઇન્ડિયા મુમેન્ટ ફોર સેવા (AIM)'': ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રી સ્ટુડન્ટ હોસ્ટેલ્સ બનાવી આપવામાં મદદરૂપ થતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ બે એરીયા સાન ફ્રાન્સિસ્કો ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલા વાર્ષિક પ્રોગ્રામમાં ર લાખ ૮૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું

કેલિફોર્નિયાઃ ભારતના ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોમાં ''ફ્રી સ્ટુડન્ટસ હોસ્ટેલ્સ'' બનાવી આપવામાં મદદરૂપ થતા નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''ઓલ ઇન્ડિયા મુમેન્ટ ફોર સેવા''(AIM)નો વાર્ષિક પ્રોગ્રામ ૨૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ સાન્તા કલારા કન્વેન્શન સેન્ટર ખાતે ઉજવાઇ ગયો.

બે  એરીયા સાન ફ્રાન્સિસ્કો ચેપ્ટર આયોજીત વાર્ષિક પ્રોગ્રામમાં ''અંતરયાત્રા'' નામક ડાન્સ તથા ડ્રામાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત કુચીપુડી, ઓડિસી, તથા ભરત નાટયમ નૃત્યો રજુ કરાયા હતા.

પ્રોગ્રામ અંતર્ગત ર લાખ ૮૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું. જેના ઉપયોગ ભારતમાં થશે. ૨ હજારની સાલથી શરૂ થયેલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અત્યાર સુધીમાં ભારતના ૧૬ સ્ટેટમાં ૯૭ છાત્રાલયોના નિર્માણ માટે મદદ કરાઇ છે. ઉપરાંત આરોગ્ય સેવાઓ માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા હોસ્પિટલના નિર્માણ કરાયા છે.

(8:15 pm IST)