Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

યુ.કે.માં બોલ્ટન હિન્દુ ફોરમના ઉપક્રમે ૧૯ ઓકટો.૨૦૧૯ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશેઃ ભારતથી આવનારૂ ગૃપ લાઇવ દાંડીયા રાસ સાથે ખેલૈયાઓને ગરબે ધુમાવશે

યુ.કેમાં  બોલ્ટન હિન્દુ ફોરમના ઉપક્રમે ૧૯ ઓકટો.૨૦૧૯ શનિવારના રોજ શરદ પૂર્ણિમા ગરબા ૨૦૧૯ પ્રોગ્રામ યોજાનાર છે.

બોલ્ટન માર્કેટ પ્લેસ નોસ્લે ST. બોલ્ટન મુકામે ઉજવાનારા આ ઉત્સવનો સમય સાંજે ૭-૩૦ કલાકથી મોડી રાત સુધીનો રહેશે. જેમાં ભારતથી આવનારૂ ગૃપ લાઇવ દાંડીયારસ સાથે ખેલૈયાઓને ગરબે ધુમાવશે. ટિકિટનો દર પાંચ પાઉન્ડ રાખવામાં આવ્યો છે તથા ફ્રી પાર્કીગની સગવડ રાખવામાં આવી છે. વિશેષ માહિતિ કોન્ટેક નં.૦૧૨૦૪ ૨૩૮૦૧૮ દ્વારા અથવા www.boltonhinduForum.org.UK દ્વારા મળી શકશે.

(9:57 pm IST)
  • ભારત સરકારના નવા લીગલ સેક્રેટરી તરીકે માર્ચ 20૨૩ની મુદત સુધી ઉત્તર પૂર્વના સેસન્સ કોર્ટના અનુપકુમાર મેંદીરત્તાની વરણી થઇ છે access_time 11:09 pm IST

  • પટણામાં તાજેતરમાં સર્જાયેલ મહાભયાનક પુર હોનારત અંગે બિહારના ચીફ સેક્રેટરીએ 11 ઇજનેરોને શોકોઝ નોટિસ આપી: સાત દિવસમાં તેમની સામે આકરા પગલાં લેવાશે અને એક્ઝિક્યુટીવ એન્જિનિયરની બદલી કરી નાખવામાં આવી છે,:એલએનટીના પ્રોજેક્ટ મેનેજરને પણ શોકોઝ નોટિસ અપાઈ :જેવો નમામિ ગંગે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા access_time 10:56 pm IST

  • બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષાની તારીખ તાકીદે જાહેર કરોઃ કોંગ્રેસ : બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટંટની પરીક્ષા રદ કરી સરકારે લાખો બેરોજગારોની કરી મનીક : એકાએક પરીક્ષા રદ થતાં કલાસીસ, મહેનત, સમય બરબાદ થતા યુવાનોમાં હતાશાઃ કોંગી આગેવાન ગર્જેન્દ્રસિંહ ઝાલાના આક્ષેપો access_time 1:21 pm IST