Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

યુ.એસ.ની યેલ યુનિવર્સિટીના એશોશિએટ ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મયુર દેસાઇની નિમણુંકઃ તમામ કોમ્યુનીટીના સ્ટુડન્ટસ વચ્ચે સમાનતા જાળવવાનો કોલ

કનેકટીકટઃ યુ.એસ.ની યેલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થના એશોશિએટ ડીન ફોર ડાઇવર્સીટી, ઇકવીટી, એન્ડ ઇન્કલૂઝન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મયુર દેસાઇની નિમણુંક થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ તમામ કોમ્યુનીટીમાંથી આવતા સ્ટુડન્ટસ વચ્ચે સમાનતા જળવાય તથા વિવિધતા વચ્ચે એકતા જળવાય તે માટે પ્રયત્ન કરશે.

ઉલ્લેખનીય છે કે શ્રી મયુર દેસાઇને યેલ યુનિવર્સિટી પબ્લીક હેલ્થ દ્વારા ૪ વખત બેસ્ટ ટીચીંગ  એવોર્ડ મળેલો છે. તેઓ તમામ માટે સામાજીક ન્યાય તથા સમાન આરોગ્ય સેવાના હિમાયતી છે.

(9:12 pm IST)