Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

શિકાગો અને ભારત વચ્ચે વર્ષો જૂનો નાતો છેઃ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ઉદબોધન કર્યુ હતું.: મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે દિલ્હી કમિટી ચેર સુશ્રી સ્મિતા એન.શાહનું ઉદબોધન

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં ર ઓકટો.ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઇ ગઇ. દિલ્હી કમિટી ઓફ શિકાગો સિસ્ટર સિટીઝ તથા વર્લ્ડ બિઝનેસ ઓફ શિકાગોના સંયુકત ઉપક્રમે ઉજવાયેલી ગાંધી જયંતિ અંતર્ગત સુશ્રી સ્મિતા એન શાહએ શિકાગો તથા ભારત વચ્ચેનો જુનો નાતો યાદ કરાવ્યો હતો. તથા સ્વામી વિવેકાનંદએ શિકાગો મુકામે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં કરેલા ઉદબોધનને યાદ કરાવ્યું હતું.

ઉજવણીમાં યુ.એસ.સેનેટર રિચાર્ડ જે ડર્બીન, શિકાગો મેયર, લોરી લાઇટફુટ, ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સુધાકર દલેલા ઉપરાંત સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તથા નેપાળના કોન્સ્યુલ જનરલ જોડાયા હતા. તેમજ શ્રી નિરંજન શાહ, શ્રી વિજય દવે, શ્રી માર્ટીન, શ્રી બાબુ પટેલ, શ્રી કિર્થીકુમાર રાવુરી શ્રી નિક પટેલ સહિતના કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી હતી.

(9:00 pm IST)