Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવવામાં સુશ્રી નિક્કી હેલીનું મહત્વનું યોગદાનઃ યુ.એન.ના અમેરિકાના રાજદૂત તરીકે રાજીનામુ આપનાર ભારતીય અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી નજીકના ભવિષ્યમાં અન્ય ઉચ્ચ હોદા ઉપર જોવા મળશેઃ યુ.એસ.ના અગ્રણી ભારતીય અમેરિક ગૃપના પ્રતિનિધિઓનો આશાવાદ

વોશીંગ્ટનઃ યુ.એન.માં અમેરિકાના રાજદૂત પદેથી રાજીનામુ આપનાર ભારતીય અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ ભારત તથા અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ દૃઢ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે તેઓ બહુ જલ્દીથી કોઇ અન્ય ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન થશે તેવી શુભકામના અગ્રણી ભારતીય અમેરિકન ગૃપના પ્રતિનિધિઓએ પાઠવી છે જેમાં USISPFના શ્રી મુકેશ આધી, શ્રી એમ.આર.રંગાસ્વામી, ઇન્ડિયન અમેરિકન ઇમ્પેકટ ફંડ સહિતના ગૃપ પ્રતિનિધિઓ તથા કોમ્યુનીટી અગ્રણીઓનો સમાવેશ થાય છે. જેઓના મત મુજબ સુશ્રી નિક્કી હેલીનું ભવિષ્ય ઉજ્જવળ છે.

(9:16 pm IST)