Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

''રાસ-ગરબાની રમઝટ'': અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્ડિયા ફાઉન્ડેશન ઓફ મેટ્રોપોલીટન પ્રિન્સેટોનના ઉપક્રમે ૨૮ સપ્ટેં.તથા ૫ ઓકટો.૨૦૧૯ના રોજ ઉજવાનારો ઉત્સવ

ન્યુજર્સીઃ ઇન્ડિયા ફાઉન્ડેશન ઓફ મેટ્રોપોલીટન પ્રિન્સેટોનના ઉપક્રમે ૨૮ સપ્ટેં.શનિવાર તથા પ ઓકટો.૨૦૧૯ શનિવારના રોજ નવરાત્રિ રાસ ગરબા યોજાશે. જેમાં અનુજા તથા શરદ વાલા ગૃપ ખેલૈયાઓને ગરબે ધુમાવશે.

હાઇસ્કુલ નોર્થ ૯૦ ગ્રોવર્સ મિલ રોડ પ્લેઇન્સબોરો ન્યુજર્સી મુકામે ઉજવાનારા રાસ ગરબા મહોત્સવનો સમય સાંજે ૭ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે ટિકિટિ લેનાર મેમ્બર્સ માટે ૧૦ ડોલર તથા નોન મેમ્બર્સ માટે ૧૫ ડોલર ફી રાખવામાં આવી છે. રેગ્યુલર ઓનલાઇન ફી મેેમ્બર્સ માટે ૧૫ ડોલર તથા નોન મેમ્બર્સ માટે ૨૦ ડોલર રાખવામાં આવી છે. જે માટે www.IFMPNJ.org દ્વારા સંપર્ક સાધી શકાશે. બુથ તથા સ્પોન્સરશીપ માટે કોન્ટેકનં.૬૦૯-૨૯૭-૭૧૧૬ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(9:15 pm IST)