Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

''ગરબોત્સવ'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ડેટ્રોઇટના ઉપક્રમે ૨૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ ઉજવાનારો ઉત્સવઃ મિતાલી મહંત નાયકના સંગાથે ગરબે ધુમવાની તક

મિચીગનઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ડેટ્રોઇટના ઉપક્રમે ૨૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ ''ગરબોત્સવ''નું આયોજન કરાયું છે. જેનો સમય સાંજે ૭-૩૦ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો રહેશે.

ફોર્ડ કોમ્યુનીટી એન્ડ પર્ફોમીંગ આર્ટસ સેન્ટર, ૧૫૮૦૧ મિચીગન એવ.ડર્બર્ન મિચીગન મુકામે ઉજવાનારા આ ઉત્સવમાં મિતાલી મહંત નાયક મ્યુઝીક સાથે મનોરંજનનો થાળ પીરસશે.

ઉત્સવમાં શામેલ થવા સપ્ટેં.માસ દરમિયાન મેમ્બર્સ માટે ૧૨ ડોલર તથા નોન મેમ્બર્સ માટે ૧૫ ડોલર ટિકિટ રાખવામાં આવી છે. ૨ થી ૮ વર્ષના બાળકો માટે ૬ ડોલર ફી રાખવામાં આવી છે. તથા ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. ગેટ પાસની ફી દરેક માટે ૨૦ ડોલર રાખવામાં આવી છે. મેમ્બર થવા માટે @www.GSOD.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(9:14 pm IST)