Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

'એજયુકેશન એક્ષ્પો એન્ડ કોલેજ ફેર' : યુ.એસ.ના કેલિફોર્નિયામાં ઇન્ડિયા વેસ્ટ તથા એમ્સી ડોનાલ્ડના ઉપક્રમે ૮ સપ્ટે. ના રોજ યોજાઇ ગયેલો ફેરઃ ઇન્ડિયન અમેરિકન મિડલ સ્કૂલ તથા હાઇસ્કુલના સ્ટુડન્ટસ તથા વાલીઓને કોલેજ એડમિશન પ્રક્રિયા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન અપાયું

કેલિફોર્નિયાઃ  તાજેતરમાં  ૮ સપ્ટે. ના રોજ ઇન્ડિયા વેસ્ટના ઉપક્રમે સાતમો વાર્ષિક એમ્સી ડોનાલ્ડ એજયુકેશન એક્ષ્પો એન્ડ કોલેજ ફેર યોજાઇ ગયો. કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયેલા આ ફેરમાં મિડલ સ્કૂલ તથા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ તથા તેમના વાલીઓ સેંકડોની સંખ્યામાં ઉમટી પડયા હતા.

સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી યોજાયેલા આ ફેરમાં એડમિશન, તથા તે માટે અરજી કરવાની પદ્ધતિ, નાણાંકીય સુવિધાઓ સહિતની આગળ અભ્યાસ માટેની તમામ માહિતી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. જયાં કોલેજ એડમીશન માટેની પ્રક્રિયાના નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યુ હતુ.

આ તકે મિલ્પીટાસ કાઉન્સીલ વુમન, સારાતોગા કાઉન્સીલમેન તથા કેલિફોર્નિયાના કોંગ્રેશ્નલ  ઉમેદવારશ્રી રિષીકુમાર, કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમેન શ્રી આશા કાલરાના પ્રતિનિધી તેમજ એમ્સી ડોનાલ્ડના પ્રતિનિધી શ્રી રોનાલ્ડ વિલીયમ્સ, ઇન્ડિયા વેસ્ટના પબ્લીશર શ્રી રમેશ મુરારકા સહિતના અગ્રણીઓએ હાજરી આપી ઉપસ્થિત સ્ટુડન્ટસને ઉજજવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપતા ફેરને બિરદાવ્યો હતો.

(9:36 pm IST)