Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

" ઓર્ડર ઓફ જાયદ " : UAE ખાતેના ભારતના રાજદૂત શ્રી નવદીપ સુરીને દેશનું સર્વોચ્ચ સન્માન : ભારત તથા UAE વચ્ચેના સબંધો દ્રઢ બનાવવા બદલ પ્રેસિડન્ટ શેખ ખલીફા બિનના હસ્તે એવોર્ડ એનાયત

દુબઇ :  UAE ખાતેના ભારતના રાજદૂત શ્રી નવદીપ સુરીને દેશનું સર્વોચ્ચ સન્માન પ્રેસિડન્ટ શેખ ખલીફા બિનના હસ્તે ગઈકાલ ગુરુવારના રોજ એનાયત કરાયું છે.તેવું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ મહિનાના અંતમાં નિવૃત થઇ રહેલા શ્રી સુરીને  ભારત તથા  UAE વચ્ચેના સબંધો દ્રઢ બનાવવા બદલ ઉપરોક્ત એવોર્ડ આપી બહુમાન કરાયું હતું

(11:49 am IST)