Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમેરિકાના પાંચ રાજયોના ગવર્નર ભારતની મુલાકાત લેશેઃ વ્યવસાયિક, શૈક્ષણિક, તેમજ સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવાનો હેતુ

         ન્યુજર્સી :  ભારત તથા અમેરિકા વચ્ચેના વ્યાવસાયિક, શૈક્ષણિક, તથા સાંંસ્કૃતિક સંબંધો વધારવા માટે યુ.એસ.ના જુદા જુદા પાંચ સ્ટેટના ગવર્નરો તાજેતરના ર મહિના દરમિયાન ભારતની મુલાકાત લેશે જેમાં ન્યુજર્સી, અકોન્સસ, કોલોરાડો તથા ડેલવારે સહિતના સ્ટેટનો સમાવેશ થાય છે. જે ડોનાલ્ડ ટ્રમ્પ તથા મોદી સરકાર વચ્ચે થયેલી સમજુતીના આધારે છે. આ માટે ભારતાના અમેરિકા ખાતેના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ જુદા જુદા ૧૧ સ્ટેટના ગવર્નરોની મુલાકાત લીધી હતી.

         ભારતની મુલાકાતે આવનારા આ ગવર્નસ મુંબઇ, બેંગ્લુરૂ, ન્યુ દિલ્હી, ગાંધીનગર સહિત જુદા જુદા શહેરોની મુલાકાત લઇ સ્થાનિક ઉદ્યોગપતિઓ તથા જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી કરારો કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)