Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

યુ.એસ.માં ન્‍યુયોર્ક સેનેટની પ્રાઇમરી ચૂંટણીઓમાં ર ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવારો બિનહરીફ વિજેતાઃ ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી કેવિન થોમસ તથા પ૬મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી જેરેની કુની નવેં. માસમાં વર્તમાન રિપબ્‍લીકન સેનેટરો સામે ટકકર લેશે

ન્‍યુયોર્કઃ અમેરિકામાં ન્‍યુયોર્ક સ્‍ટેટ સેનેટની ૧૩ સપ્‍ટેં.ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીઓમાં ૬ ઠ્ઠા તથા ૫૬મા ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન ડેમોકેટ ઉમેદવારો અનુક્રમે શ્રી કેવિન થોમસ તથા શ્રી જેરેમી કુની બિનહરિફ ચૂંટાઇ આવ્‍યા છે. તેઓ નવેં. માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન રિપબ્‍લીકન સેનેટર કેમ્‍પ હેનોન તથા જોસેફ રોબેચ સામે ટક્કર લેશે.

જયારે ૪૨મા ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર પરાજીત થયા છે. તેમને ૬૩૩૬ એટલે કે ૩૯.૧ ટકા તથા વિજેતા ઉમેદવાર જેનિફર મેઝરને ૯૮૮૩ એટલે કે ૬૦.૯ ટકા મતો મળતા તેઓ વિજયી થયા છે.

(9:12 pm IST)