Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ન્‍યુજર્સી ગવનર્સ STEM સ્‍કોલર્સ : યુ.એસ.માં રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ ઓફ ન્‍યુજર્સી દ્વારા ર૦૧૮-૧૯ ની સાલ માટે પસંદ કરાયેલ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ર૬ ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ ૧૦ મા ગ્રેડથી ડોકટરેટ ડીગ્રી સુધીના અભ્‍યાસક્રમ માટે સ્‍કોલરશીપ અપાશે

ન્‍યુજર્સી : યુ.એસ.માં રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ ઓફ ન્‍યુજર્સીએ ર૦૧૮-૧૯ ની સાલ માટે જાહેર કરેલા ગવર્નરના STEM સ્‍કોલર્સમાં  ર૬ જેટલા ઇન્‍ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસને સ્‍થાન હાંસલ કર્યુ છે.

આ સ્‍ટુડન્‍ટસમાં રૂત્‍વિક અગિ્નહોત્રી, રોહિત ચૈતા, સંજના આકુલા, શ્રીતા બાસુ, અંજલિ ચક્રધર, અતિરથ ધારા, સાથ્‍યા એડઢામડાકા, ગુરશન ગિલ, અભિનિથા ગોરા બાથિના, અંજલિ ગુપ્તા, વિવેક કેસર્લા, સામિઆ ખાન, યશ્વી કોઠારી, કાનવ મહાજન, આદિત્‍ય મેરહોત્રા, અંજના નાન્‍ગીઆ,પ્રિઆકાશ રાજન, પ્રિયા રાજબાબુ, રોનક રામચંદ્રન, સૌમ્‍યા શેટી, નિવેદિતા શિવકુમાર, એશાન સોમાન, અવિ સુરા, રિશિયા થામ્‍બી રેડ્ડી, નિલય ત્રિવેદી  તથા આદિત્‍ય વિધાધરન સહિતનાઓનો સમાવેશ થાય છે.

પસંદ થયેલ તમામ સ્‍ટુડન્‍ટસને ૧૦ મા ગ્રેડથી ડોકટરેટ ડીગ્રી સુધી STEM અભ્‍યાસ માટે સ્‍કોલરશીપ અપાશે.

(9:11 pm IST)