Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

‘‘યંગ સાયન્‍ટીસ્‍ટ રીજીઓનલ એવાર્ડ'' યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍કૂલ ઓફ મેડિસીનના આસી. પ્રોફેસર મહિલા સુશ્રી શ્રુતિ નાયકને લાઇફ સાયન્‍સ ક્ષેત્રે સંશોધન બદલ ૩૦ હજાર ડોલરનું ઇનામ તથા એવોર્ડ આપી સન્‍માનિત કરાશે

ન્‍યુયોકઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍કૂલ ઓફ મેડિસીના આસી. પ્રોફેસર ઇન્‍ડિયન  અમેરિકન મહિલા સુશ્રી શ્રુતિ નાયકને બ્‍લેવટનિક ફેમીલી ફાઉન્‍ડેશન તથા ન્‍યુયોર્ક એકેડેમિ ઓફ સાયન્‍સનો ‘‘ યંગ સાયન્‍ટીસ્‍ટ'' રીજીયોનલ એવોર્ડ આપવા માટે પ સપ્‍ટે. ના રોજ  પસંદગી કરવામાં આવી છે. જે લાઇફ સાયન્‍સ કેટેગરી માટે અપાશે. સાથોસાથ કેમીસ્‍ટ્રી કેટેગરી માટે સુશ્રી પ્રિયંકા શર્માની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત સુશ્રી શ્રુતિ નાયકને ૩૦ હજાર ડોલર તથા સુશ્રી પ્રિયંકા શર્માને ૧૦ હજાર ડોલરનું પ્રાઇઝ અપાશે.

સુશ્રી નાયકએ સ્‍કિન સેલ્‍સ તથા સુશ્રી પ્રિયંકાએ વોટર પ્‍યોરીશન માટે નેનોફાઇબર વિષયક સંશોધન કર્યા ઋે. એવોર્ડ વિજેતાઓને પ નવે.ના રોજ ન્‍યુયોર્ક મુકામે પ્રાઇઝ આપી સન્‍માનિત કરાશે.

(10:02 pm IST)