Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

યુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશઃ ૨૦૨૧ની સાલ સુધી હિલ્‍સબરો ખાતેના કોલિશનમાં ચેરમેન પદ સંભાળશે

ફલોરિડાઃ યુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન આંત્રપ્રિનીઅર શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશ કરાયો છે. ગવર્નર રિક સ્‍કોટએ આ માટે પસંદ કરેલા ૧૨ લોકોમાં શ્રી આકાશને સ્‍થાન આપ્‍યું છે.

એલિવેટ ઇન્‍કના ફાઉન્‍ડર ૩૪ વર્ષીય શ્રી આકાશ આ અગાઉ પણ હીલ્‍સબરો ખાતેના કોલિશનમાં સમાવિષ્‍ટ હતા. જેમને ફરીથી આ હોદા ઉપર રીપીટ કરાયા છે. જે તેમની ઝડપી વ્‍યાવસાયિક કારકિર્દી અને વૃધ્‍ધિને ધ્‍યાનમાં લઇ નિર્ણય લેવાયો છે.

શ્રી આકાશએ આ અગાઉ એડિટોરીઅલ આસીસ્‍ટન્‍ટ તરીકે ટામ્‍યા બે ટાઇમ્‍સમાં સેવાઓ આપેલી છે. તેમજ વેસ્‍ટર્ન ટામ્‍યા બે હોટલના પબ્‍લીક રિલેશન કો-ઓર્ડીનેટર તરીકે કામગીરી બજાવેલી છે.

તેમણે હિલ્‍સબરોમાંથી રિપબ્‍લીકન તરીકે કાઉન્‍ટી કમિશનમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૨૮ ઓગ.ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં તેઓ પરાજીત થયા હતા.

ગવર્નરએ તેમને હિલ્‍સબરો અર્લી લર્નીગ કોલીશનના ચેરમેન બનાવ્‍યા છે. સાથે ફલોરિડા ગવર્નર એડવાઇઝરી કાઉન્‍સીલમાં પણ સ્‍થાન આપ્‍યુ છે. તેઓ ૨૦૨૧ની સાલ સુધી હોદા ઉપર ચાલુ રહેશે.

(10:07 pm IST)