Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

યુ.એસ.ના હ્યુસ્‍તનમાં ‘બિહાર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (BANA)ના ઉપક્રમે એકેડેમિક ફેસ્‍ટીવલ યોજાયોઃ ૧થી ૧૨ ગ્રેડ સુધીના સ્‍ટુડન્‍ટસ માટે વિવિધ સ્‍પર્ધાઓના આયોજન દ્વારા ભારતની સંસ્‍કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા

હ્યુસ્‍ટનઃ યુ.એસ.ના હ્યુસ્‍ટનમાં ‘બિહાર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (BANA)ના ઉપક્રમે ૨પ ઓગ.ના રોજ એકેડેમિક ફેસ્‍ટ-૨૦૧૮નું આયોજન કરાયુ હતું.

હ્યુસ્‍ટન કોમ્‍યુનિટી કોલેજ સ્‍ટેફોર્ડ મુકામે યોજાઇ ગયેલ આ એકેડેમિક ફેસ્‍ટીવલમાં ભારતના સાંસ્‍કૃતિક તથા સામાજીક વારસાનું નિદર્શન કરાવતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૧થી ૧૨ ગ્રેડ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. જે અંતર્ગત મેથ્‍સ, સ્‍પેલીંગ બી સ્‍પર્ધા, વોકેલ્‍યુલસ, સાયન્‍સ, આર્ટસ સહિતની સ્‍પર્ધાઓના આયોજનો કરાયા હતા. તેમજ વકતૃત્‍વ સ્‍પર્ધાનું પણ આયોજન કરાયુ હતું તથા વિજેતાઓને એવોર્ડ અપાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:16 pm IST)