Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

‘ઓફિસ ઓફ પબ્‍લીક ઇન્‍ટેગ્રીટી એન્‍ડ એકાઉન્‍ટેબિલીટી': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં ભ્રષ્‍ટાચાર તથા ગેરવર્તણુંક નાબુદ કરવા એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલના હસ્‍તે ખુલ્લી મુકાયેલી ઓફિસઃ રાજ્‍યમાં કાયદાના પાલન દ્વારા સરકાર ઉપર પ્રજાનો વિશ્વાસ વધારવાનો હેતુ

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબીર ગ્રેવાલએ રાજ્‍યમાંથી ભ્રષ્‍ટાચાર નાબુદ કરવા તથા જાહેર સંસ્‍થાઓમાં આચરાતી ગેરવર્તણુંકને ડામવા માટે સમગ્ર રાજ્‍યના પ્રવાસના આધારે ‘ઓફિસ ઓફ પબ્‍લીક ઇન્‍ટેગ્રીટી એન્‍ડ એકાઉન્‍ટેબિલીટી' ઓફિસની રચના કરી છે. જેના થકી કાયદાનું ચુસ્‍તપણે પાલન કરાવવાનો પ્રયત્‍ન કરાશે.

આ ઓફિસ પબ્‍લીકનો સરકાર ઉપરનો વિશ્વાસ વધારવા માટે ખોલવામાં આવી છે. જેનું સંચાલન અનુભવી પ્રોસિક્‍યુટર થોમસ એઇનરના નેતૃત્‍વ હેઠળ કરાશે. જેઓ શ્રી ગ્રેવાલને સમાજમાં આચરાતા અપરાધોની માહિતી પહોંચાડશે તથા નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરી હિંસા ફેલાવતા તત્ત્વોને ઝબ્‍બે કરાવશે.

(10:13 pm IST)