Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

અમેરિકાના હર્મોસા બિચ કેલિફોર્નિયા સીટી મેનેજર તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુજા લોવેન્‍થલની નિમણુંક

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં લોંગ બિચના પૂર્વ સીટી કાઉન્‍સીલર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુેજા લોવેન્‍થલની હર્મોસા બિચના નવનિયુક્‍ત સીટી મેનેજર તરીકે નિમણુંક થઇ છે.

તેઓ અગાઉ લોંગ બિચ સીટી મેનેજરના સલાહકાર તરીકે સેવાઓ આપી ચૂક્‍યા છે. તેમજ કેલિફોર્નિયા કોસ્‍ટલ કમિશનના વૈકલ્‍પિક મેમ્‍બર તરીકે પણ સેવાઓ આપી ચૂક્‍યા છે.

હર્મોસા બિચ મેયરએ આ નવનિયુક્‍ત સીટી મેનેજરના અનુભવનો શહેરનો લાભ મળશે તે બદલ ખુશી વ્‍યક્‍ત કરી હતી. તથા તેમની નિમણુંકથી હર્મોસા બિચના વ્‍યવસાયિક વિકાસ, પબ્‍લીક તથા પ્રાઇવેટ પાર્ટનરશીપ, ટ્રાન્‍સપોર્ટેશન, એજ્‍યુકેશન, વોટર મેનેજમેન્‍ટ સહિતના ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે તેમ જણાવ્‍યું હતું.

(11:11 pm IST)