Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

' ઇન્ડિયન વૉઇસિસ ફોર ટ્રમ્પ ': હિન્દૂ વૉઇસિસ ફોર ટ્રમ્પ : શીખ્સ ફોર ટ્રમ્પ : મુસ્લિમ વૉઇસિસ ફોર ટ્રમ્પ : બીજી ટર્મમાં પણ અમેરિકાના પ્રેસિડન્ટ થવા માટે ટ્રમ્પનો ભારતીયોને રીઝવવાનો પ્રયાસ : ચાર સંગઠનો તૈયાર કર્યા

વોશિંગટન : નવેમ્બર માસમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં શરૂ થઇ ગયો છે.વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર  જો બીડને વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસને પસંદ કરતા ટ્રમ્પને 13 લાખ જેટલા ભારતીયોના મત ગુમાવી બેસવાનો ડર  લાગ્યો છે.જોકે જાહેરમાં તેઓ સ્પષ્ટપણે ભારતીયોના મતો પોતાને મળવાના છે તેવું જણાવે છે.તેમછતાં સાવચેતીરૂપે તેમણે ભારતીયોના 4 સંગઠનો બનાવી લીધા છે.
આ સંગઠનોમાં ઇન્ડિયન વૉઇસિસ ફોર ટ્રમ્પ, હિન્દૂ વૉઇસિસ ફોર ટ્રમ્પ ,શીખ્સ ફોર ટ્રમ્પ ,તથા મુસ્લિમ વૉઇસિસ ફોર ટ્રમ્પનો સમાવેશ થાય છે.જે અંતર્ગત સમગ્ર એશિયાના હિંદુઓ ,ભારતીયો ,શીખો,તથા મુસ્લિમો પોતાને મત આપે તે માટે આ ચારે સંગઠનોના નેજા હેઠળ પ્રચાર ચાલુ કરી દીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)