Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો : " સ્વદેશ " ના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં 10 હજાર ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા : સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા ,મેયર ,તેમજ 35 જેટલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

કેલિફોર્નિયા : યુ.એસ.માં એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન્સના ઉપક્રમે 4 ઓગસ્ટ 2019 ના રોજ ભારે ઉમંગ પૂર્વક ભારતનો  73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો.જેમાં સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા ,મેયર,તેમજ 35 જેટલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે  10 હજાર ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.સવારે 11 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો ,મહાનુભાવોના ઉદબોધનો સહીત વિવિધ આયોજનો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:47 pm IST)
  • બે દિ' ગુજરાતમાં દે ધનાધન પડશેઃ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના વાવડ : વડનગરમાં સવા ઈંચ : અનેક વિસ્તારમાં ધોધમાર: ઉત્તર ગુજરાતના વડનગરમાં સવા ઈંચ, ઈડર - ભીલોડા - વિસનગર - વાવ - પોસીના - ખેરાલુ - ઉંઝામાં ૦ાા થી ૧ ઈંચ વરસાદ પડ્યો access_time 7:39 pm IST

  • રાત્રે ૮ વાગ્યે : મોડી રાત્રે લીમડી પાસે કાર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોઃ કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભૂકકોઃ વિગતો મેળવાઇ રહી છે. access_time 8:39 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST