Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

યુ.કે.માં સ્ટુડન્ટને અડફેટમાં લઇ મોત નિપજાવનાર ભારતીય યુવાનને જેલસજા : આલ્કોહોલનું વધુ પડતું સેવન કર્યાની કબૂલાત

લંડન : યુ.કે.માં આલ્કોહોલનું વધુ પડતું સેવન કરી ડ્રાઈવિંગ કરી રહેલા ભારતીય મૂળના પંજાબી યુવાન 30 વર્ષીય જગદીપ ધેસીને કોર્ટએ 4 વર્ષ અને 8 માસની જેલસજા ફરમાવી છે.તથા તેનું ડ્રાઈવિંગ લાયસન્સ 76 માસ માટે રદ કર્યું છે.

જાન્યુઆરી માસમાં લેસ્ટરમાં બનેલી ઘટના મુજબ તેણે 18 વર્ષીય સ્ટુડન્ટને અડફેટમાં લઇ લેતા તેનું મોત નીપજ્યું હતું જે બાબતે તેણે વધુ પડતું આલ્કોહોલનું સેવન કરી ડ્રાઈવિંગ કર્યાની કબૂલાત કરી લીધી હતી તથા સ્ટુડન્ટના મોત બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:13 pm IST)