Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કેરળના પૂર પીડિતોની વહારે આરબ દેશોમાં વસતા ભારતીયો : રંગમંચ કલાકારોના ગ્રુપ ‘વોઈસ ઓફ હ્યૂમીનિટી’એ પૂર પીડિતો માટે રાહત સામગ્રી એકત્ર કરી : કપડા, મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધીત સામાન, બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી અને ચપ્પલ વગેરે કારગો વિમાન દ્વારા રવાના

દુબઇ :  આરબ દેશોમાં વસતા ભારતીયો કેરળના પૂર પીડિતોની વહારે આવ્યા છે.સ્થાનિક રંગમંચ કલાકારોના ગ્રુપ ‘વોઈસ ઓફ હ્યૂમીનિટી’પૂર પીડિતો માટે રાહત સામગ્રી એકત્ર કરી છે.જેમાં કપડા, મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધીત સામાન, બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી અને ચપ્પલ વગેરેનો સમાવેશ થાય છે

માટે દુબઈમાં ત્રણ સ્ટોરેજ ઉભા કરવામાં આવ્યા છે.ગ્રુપ જોઈન્ટ સેક્રેટરી શૌકી  સુલેમનાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં જુદી જુદી શિબિરોમાં બચાવ અને રાહત કાર્યમાં મદદ કરી રહેલા જુથના સભ્યો દ્વારા મળેલી જાણકારીના આધારે જરૂરી સામાનનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. જે કારગો વિમાન દ્વારા રવાના કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)