Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિન નિમિતે લંડન પોલીસની અનોખી ભેટઃ ઇન્ડિયા હાઉસમાં યોજાયેલા સમારોહમાં ૧૨મી સદીની ભગવાન બુધ્ધની કાંસાની પ્રતિમા પરત સોંપી

લંડનઃ આજ ૧૫ ઓગ.૨૦૧૮ના રોજ ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિન નિમિતે યુ.કે.માં યોજાયેલા સમારોહમાં લંડન પોલીસે ભારતના રાજદૂત શ્રી વાય.કે.સિંહાને અનોખી ભેટ આપી છે.

આ ભેટ એટલે કે ભારતના બિહારમાં આવેલા નાલંદાના મ્યુઝીયમમાંથી ૬૦ વર્ષ પહેલા ચોરાયેલી ૧૨મી સદીની ભગવાન બુધ્ધની કાંસાની પ્રતિમા પરત આપી છે. સ્કોટલેન્ડ યાર્ડના કબ્જામાં રહેલી આ મૂર્તિ ભારતમાંથી ચોરાયેલી હોવાની સતાવાળાઓને જાણ થતાં તેમણે આજના શુભ દિવસે ઇન્ડિયા હાઉસ મુકામે યોજાયેલા સમારોહમાં પરત સોંપી ઉમદા કૃત્ય કર્યુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)