Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમેરિકામાં રેસ્ટોરન્ટ ચલાવતા ભારતીય મૂળના તાજ સરદારને થયેલો કડવો અનુભવ : બિલ ચુકવનાર અમેરિકન ગ્રાહકે પોતે કદાચ અલ કાયદાને ફંડ આપી રહ્યો હોવાની ફેસબુક પર ટિપ્પણી કરી

એશલેન્ડ:અમેરિકાના એશલેન્ડ કિંગ્ઝમાં રેસ્ટોરન્ટ ચલાવતા ભારતીય મૂળના તાજ સરદારને તાજેતરમાં તેમની રેસ્ટોરન્ટમાં આવેલા એક અમેરિકન ગ્રાહકનો ખુબ કડવો અનુભવ થયો છેરેસ્ટોરાંમાં આવેલા આ  ગ્રાહક અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતું. ભોજન લીધા બાદ તેઓએ રેસ્ટોરાંનો ફોટો ક્લિક કર્યો હતો. બાદમાં તેઓએ ફોટોને ટેગ કરતા ફેસબુક પર લખ્યું કે, 'કદાચ હું અલ કાયદાને ફંડ આપી રહ્યો છું.'તાજ સરદારે જણાવ્યું કે, કોમેન્ટ વાંચ્યા બાદ ઘણું દુઃખ થયું. હું સમજી ના શક્યો કે શું ગંભીર હતું?
-
સરદારે જણાવ્યું કે, તેઓ 2010થી એશલેન્ડમાં રહે છે. આશા છે કે, વ્યક્તિના સાથી મને બહાર કાઢવાની કોશિશ નહીં કરે.

ફેસબુક પર જાતિવાદી ટિપ્પણી થયા બાદ તાજ સરદારને તેમના મિત્રોનું સમર્થન મળી રહ્યું છે. વળી, એશલેન્ડના મેયર સ્ટીવ ગિલમોરે ત્રણ સિટી કમિશનરની સાથે રેસ્ટોરાંની મુલાકાત લીધી અને સરદારને સાંત્વના આપી. ગિલમોરે કહ્યું કે, શહેરમાં જાતિય ભેદભાવ કરનારાઓનું કોઇ સ્થાન નથી. તાજ સરદાર પોતાના પરિવાર સાથે કાયદાકીય રીતે 2006માં અમેરિકા ગયા હતા. 2010માં તેઓએ એશલેન્ડમાં રેસ્ટોરાં ખોલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાતિવાદી ટિપ્પણી કરનાર વ્યક્તિને પોર્ટ્સમાઉથ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસથી કાઢી મુકવામાં આવ્યા છે.
કંપનીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે અમને જાણકારી મળી છે. અમે અને અમારી 650 સભ્યોની ટીમ માટે તાજ સરદારની માફી માંગીએ છીએ.

(7:55 pm IST)