Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમેરિકામાં પ્રતિબંધિત તેવા કોકેઇનના જથ્‍થા સાથે ભારતીય મૂળના યુવાન રેન્‍ડલ સિંઘની ધરપકડ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં લોંગ આઇલેન્‍ડ સ્‍થિત ભારતીય મૂળના યુવક ૩૨ વર્ષીય રેન્‍ડલ સિંઘની હજારો ડોલરની કિંમતના પ્રતિબંધિત તેવા ચોરાઉ કોકેઇનના જથ્‍થા સાથે ધરપકડ થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેણે ૬૦ હજાર ડોલરની કિંમતનું ૧૩૨ ગ્રામ જેટલું કોકેઇન વેચી નાખ્‍યું હોવાનું જણાયું છે. તેના ઉપર કિવન્‍સ ક્રિમીનલ કોર્ટમાં કામ ચલાવાશે. જો તેના ઉપરના આરોપો પૂરવાર થશે તો તેને ૮ થી ૨૦ વર્ષ સુધીની જેલસજા થઇ શકે છે.

(9:22 pm IST)