Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

હવે ભારતે ચીન સામે બરાબર નહોર ભરાવ્યા : ભૂતાનના જે ભાગને ચીન પોતાના અધિકાર ક્ષેત્રમાં ગણાવતું હતું ત્યાં સડકનું નિર્માણ કરશે : અરુણાચલ પ્રદેશ સાથેની બોર્ડર ઉપરનું અંતર 150 કિલોમીટર જેટલું ઘટી જશે

ન્યુદિલ્હી : હવે ભારતે ચીન સામે બરાબર નહોર ભરાવ્યા છે.અત્યાર સુધી ભૂતાનના જે ભાગને ચીન પોતાના અધિકાર ક્ષેત્રમાં ગણાવતું હતું ત્યાં સડકનું નિર્માણ કરશે જેથી અરુણાચલ પ્રદેશ સાથેની બોર્ડર ઉપરનું અંતર 150 કિલોમીટર જેટલું ઘટી જશે જેના પરિણામે ભારતીય લશ્કર ચીનના લશ્કર કરતા ઘણું વહેલું બોર્ડર ઉપર પહોંચી જઈ શકશે.

સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સડક નિર્માણનું કાર્ય ભારત સરકારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને સોંપી દીધું છે.જેથી ચીન સાથેની ભારત અને ભૂટાન બોર્ડર ઉપરની સુરક્ષા વધી જશે.

(1:24 pm IST)