Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ડ્રગની હેરાફેરી માટે ભારતીય નાગરિકને 3 વર્ષની જેલસજા : 1 લાખ ડોલરનો દંડ : જેલસજા પુરી થયા પછી 3 વર્ષની નજરકેદ : કેલિફોર્નિયા કોર્ટનો હુકમ

કેલિફોર્નિયા : ભારતના નાગપુરના વતની દવાના વ્યવસાયી 37 વર્ષીય જીતેન્દ્ર હરીશ બેલાણીને કેલિફોર્નિયા કોર્ટે ડ્રગની હેરાફેરી માટે 3 વર્ષની જેલસજા ફરમાવી છે.ઉપરાંત 1 લાખ ડોલરનો દંડ કર્યો છે.તેમજ સજા પુરી થયા પછી 3 વર્ષ નજરકેદમાં રાખવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય  2019 ની સાલમાં જૂન માસમાં પકડાયા પછી છેલ્લા 13 માસથી તે જેલમાં છે.જેને ગઈકાલ ગુરુવારે કોર્ટે ઉપરોક્ત સજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:41 pm IST)