Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પત્રકારિત્વ અને કલા ક્ષેત્રે પુલિત્સર પ્રાઈઝ જાહેર : અમેરિકામાં પોલીસ દમનથી માર્યા ગયેલા જ્યોર્જ ફ્લોઇડનો અહેવાલ લખનાર મહિલા પત્રકાર ડાર્નેલા ફ્રેઝિયરની પ્રાઈઝ માટે પસંદગી

વોશિંગટન : પત્રકારિત્વ અને કલા ક્ષેત્રે અહેવાલ રજૂ કરનાર પત્રકારોને અપાતા પુલિત્સર પ્રાઈઝની ગઈકાલ શુક્રવારે ઘોષણાં કરાઈ છે. જે મુજબ અમેરિકામાં પોલીસ દમનથી માર્યા ગયેલા જ્યોર્જ ફ્લોઇડનો અહેવાલ લખનાર મહિલા પત્રકાર ડાર્નેલા ફ્રેઝિયરની પ્રાઈઝ માટે પસંદગી કરાઈ છે.

અમેરિકામાં આચરાતા વંશીય  ભેદભાવને કારણે  ઘણા લોકો તેનો ભોગ બનેલા છે.  જે અંતર્ગત મિનેસોટામાં પોલીસ દમણથી મોતને ભેટેલા જ્યોર્જ ફ્લોઇડનો અહેવાલ તૈયાર કરનાર ડાર્નેલા ફ્રેસિઅરને વિશેષ પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું. તેણે મિનેસોટામાં બનેલી આ ઘટનાની નોંધ લીધી હતી,  આ પછી, વંશીય હિંસા વિરુદ્ધ અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યા.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:53 am IST)