Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમેરિકાના ન્યુજર્સીમાં ર૪ થી ર૬ મે ર૦૧૯ દરમિયાન ''ગાંધી ગોઇંગ ગ્લોબલ (૯૯૯)'' કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્નઃ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય અગ્રણીઓ સહિત ૧૦ હજાર દર્શકોએ ગાંધીજીના જીવનચરિત્રની ઝલક માણી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : ગાંધીજીના ૧પ૦ માં જન્મ જયંતિ વર્ષ નિમિતે યુ.એસ.ના ન્યુજર્સીમાં ર૪ થી ર૬ મે ર૦૧૯ દરમિયાન ત્રિદ્વિસિય ''ગાંધી ગોઇંગ ગ્લોબલ'' (GGG) ઉત્સવ ઉજવાઇ ગયો.

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે લોંચીગ કરાયેલો આ મહોત્સવ  માત્ર ર માસના ટુંકા ગાળામાં શ્રી મુકેશ કાશીવાલા તથા ડો. નવિન મહેતાના સફળતાપુર્વકના આયોજનને કારણે શકય બની શકયો હતો.

આ ઉત્સવમાં ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના  આગેવાનો શ્રી વિનોદજી, શ્રી ઉદયભાઇ જલગાંવથી શ્રી ડોકટર સાહેબ, શ્રીમતિ રાજશ્રીબેન બિરલા, શ્રી ભરતભાઇ પારેખ, શ્રી બિરદ યાજ્ઞિક, શ્રી તુષાર ગાંધી તથા શ્રી ડેન્ની ગાયકવાડ સહિતનાઓએ હાજરી આપી આર્શિવાદ  તથા શુભેચ્છા પાઠવી હતી.  તથા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

સ્થાનિક કોમ્યુનીટી લિડર્સ GGG  ચેર ડો. નવિન મહેતા, શ્રી આલ્બર્ટ જસાણી, પદ્મશ્રી શ્રી એચ. આર. શાહ, શ્રી કેન્ની દેસાઇ, શ્રી કનુભાઇ પટેલ, શ્રી પિયુષ પટેલ, ડો. મુકુંદ ઠાકર, શ્રી દિપક શાહ શ્રી જે.પી. શેઠ, શ્રી પકજ શેઠ, શ્રી બાબુભાઇ પટેલ, શ્રી આત્માસિંધ, શ્રી રાકેશ ઠાકુર, શ્રી પોપટભાઇ પટેલ, શ્રી ચંદ્રકાંત ત્રિવેદી, શ્રી જયેશભાઇ પટેલ, ડો. હેતલ ગોર, ડો. જયેશ પટેલ, શ્રી રામભાઇ ગઢવી, શ્રી નીતિન વ્યાસ, શ્રી નટુભાઇ પટેલ, સુશ્રી ઉમા સ્વામીનાથન, શ્રી ઉપેન્દ્ર ચિવુક્રલા, શ્રી વીરૂ પટેલ, તથા શ્રી કપિલ શાહ સહિતનાઓએ હાજરી આપી હતી.

શ્રી નિલમ દવેએ '' ગાંધી  માય મેન્ટર'' પેશ કર્યુ હતુ.

ત્રિદ્વિસીય ઉત્સવમાં શ્રી ધ્યાનેશ્વર યેથાત્કર હાજર રહ્યા હતા. એન.જે. ચિલ્ડ્રન, એસ.કે. એન. ફાઉન્ડેશન સનાતન વિદ્યાલયના સ્ટુડન્ટસએ સંસ્કૃત શ્લોકો તથા કલાસિકસ ડાન્સ રજૂ કર્યા હતા. સુશ્રી મંજરી મેઘાણી, શ્રી નીતિન દેવકા, તથા શ્રી રમેશ બાપોદરાએ રાષ્ટ્રીય  શાયર મેઘાણીના ગીતો મ્યુઝીક સાથે પેશ કર્યા હતા.

સમગ્ર  પ્રોગ્રામ ડો. નવિન મહેતા દ્વારા સ્પોન્સર કરાયો હતો. કલાસિકસ તથા સેમી કલાસિકસ સંગીત શ્રી સુનિલ મુંગી તથા શ્રી સુરેન્દ્ર ગુરુજી દ્વારા રજુ કરાયુ હતુ.

શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા ચા, નાસ્તો તથા ભોજનની નિસ્વાર્થ સેવા આપવામાં આવી હતી. શ્રી ભદ્ર બુરાણ શ્રી કિલ્લોલભાઇ મુકેશ, શ્રી ડી.જી. પારેખ, શ્રી ભાવેશ દવે  તથા શરદ વાળા સહિતનાઓએ જહેમત ઉઠાવી માર્ગદર્શન આપ્યું હતુ. શ્રી મુકેશ કાશીવાલાએ સ્પોન્સર્સ, ડોનર્સ, વોલન્ટરીઅર્સ ભાઇઓ શ્રી દિપક ઠાકર, ડો. અરૂણભાઇ શાહ શ્રી સન્ની સિંઘ, શ્રી જુગેશ સોની, પ્રો. બિપીન સાલગાંવકર, શ્રી હસમુખ પટેલ, શ્રી અનિલ શાહ, શ્રી નિલેશ ભટ્ટ, સુશ્રી અંકિતા વેરા, ડો. અન્ના કુરીઆકોસ, શ્રી ફિલીસ માર્ચ, શ્રી પ્રકાશ ચવાણ, સહીતનાઓએ આભાર માન્યો હતો.

ઉપરાંત તિરંગા TV Asia પરીખ વર્લ્ડ વાઇડ મિડીયા, અકિલા, EBC રેડિયો, સહિતના મીડિયા માધ્યમોને બિરદાવ્યા હતા. ત્રિદ્વિસીય પ્રોગ્રામને ૧૦ હજાર ઉપરાંત દર્શકોએ માણ્યો હતો. તેવું શ્રી મુકેશ કાશીવાલાની યાદી જણાવે છે.

(9:36 pm IST)