Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અમેરિકાના વોશિંગટનમાં 16 જૂનના રોજ પાંચમો" આંતરરાષ્ટ્રીય યોગા દિન " ઉજવાશે : ભારતીય દૂતાવાસ તથા ફ્રેન્ડ્સ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે થનારી ઉજવણીમાં શામેલ થવા મંગલ મંદિર મેરીલેન્ડથી ટ્રાન્સપોર્ટેશની ફ્રી સુવિધા : વહેલા તે પહેલાના ધોરણે યોગા ટીશર્ટ વિનામૂલ્યે અપાશે

મેરીલેન્ડ : અમેરિકાના વોશિંગટનમાં 16 જૂનના રોજ પાંચમો" આંતરરાષ્ટ્રીય યોગા દિન " ઉજવાશે , ભારતીય દૂતાવાસ તથા ફ્રેન્ડ્સ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે સવારે 8-30 કલાકે થનારી ઉજવણીમાં શામેલ થવા ટ્રાન્સપોર્ટેશની ફ્રી સુવિધા રાખવામાં આવી છે.જે માટે મંગલ મંદિર મેરીલેન્ડથી સવારે 7 વાગ્યે બસ ઉપડશે તથા બપોરે 12-30 કલાકે વોશિંગટન ડી.સી.થી પરત ફરશે આ માટે shrimangalmandir@gmail.com દ્વારા નામ નોંધાવી દેવાનું રહેશે

 સવારે 8-30 કલાકે થનારી ઉજવણીમાં વહેલા તે પહેલાના ધોરણે યોગા ટીશર્ટ વિનામૂલ્યે અપાશે બાદમાં સવારે 10-30 કલાકે ઇન્ડિયન વેજીટેરીઅન ફુડ ફેસ્ટિવલ યોજાશે તેવું મંગલ મંદિર મેરીલેન્ડની યાદીમાં જણાવાયું છે.

(12:27 pm IST)